Rajkot TRP game zone Fire: રાજકોટ અગ્નિકાંડ નો એક ફરાર આરોપી પ્રકાશ જૈન ઉર્ફે પ્રકાશ હિરણ જ ગેમઝોન પાછળનો માસ્ટરમાઇન્ડનું ધટનામાં મુત્યુ થયું હોવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. કરોડો રુપિયાના ફ્લેટમાં રહેતા પ્રકાશ જૈન અને ધવલ ઠક્કરે આ ગેમઝોન શરુ કર્યું હતું.
જો કે ઘટના બાદ પ્રકાશ જૈન ઉર્ફે પ્રકાશ હિરણ શંકાસ્પદ રીતે ગાયબ હતો. તેના સ્વજનો પોલીસ પાસે પહોંચ્યા હતાં. ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રકાશ જૈનનું મુત્યુ થયું છે. સુત્રોની જાણકારી પ્રમાણે ધટનના સ્થળેથી પ્રકાશ જૈનના ચપ્પલ તેમજ ગાડી મળી આવી છે. એ જ સાથે સુત્રો એ જાણકારી આપી છે કે ગઇ કાલે આવેલા CCTV વિડિયોમાં તે નજરે ચડે છે
ત્રણ મૃતદેહના હજી DNA આવવાના બાકી
મળતી જાણકારી પ્રમાણે રાજકોટ અગ્નિકાંડમાં મુત્યુ પામેલા લોકોના મૃતદેહમાંથી હજી ત્રમ લોકોનાં DNA આવવાના બાકી તો શકા છે કે આ માંથી એક મૃતદેહ પ્રકાશ જૈનનું હોઇ શકે…
ગેમઝોનમાં પ્રકાશ હિરણ અને ધવલ ઠક્કર માસ્ટર માઇન્ડ
પ્રકાશ મુળ રાજસ્થાનનો છે અને 4 વર્ષથી તે રાજકોટમાં રહેતો હતો. ભલે ગેમઝોનનું સંચાલન ધવલ કોર્પોરેશન દ્વારા થતું હોય પણ ગેમઝોનમાં પ્રકાશ હિરણ અને ધવલ ઠક્કર માસ્ટર માઇન્ડ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 5થી 6 કરોડના ખર્ચે આ ગેમ ઝોન ઉભુ કરાયું હતું. ગેમઝોનમાં ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા સહિતના લોકોની 15 ટકા પાર્ટનરશીપ હતી પણ પ્રકાશ હિરણની સૌથી વધુ ભાગીદારી હતી.