સ્વદેશી રીતે બનાવેલી સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિધ્વંસક આઈએનએસ ઈમ્ફાલ જે ધરતીથી ધરતીની સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે. તેને આજે એટલે કે 26 ડિસેમ્બરે ભારતીય નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની હાજરીમાં મુંબઈના નેવલ ડોકયાર્ડમાં આયોજિત સમારોહમાં યુદ્ધ જહાજને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે. આ બ્રહ્મોસ મિસાઈલ 90 ડિગ્રી પર ફરીને હુમલો કરી શકે છે.
હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓ વચ્ચે INS ઇમ્ફાલ ભારતની દરિયાઈ ક્ષમતાને મજબૂત બનાવશે. ઇમ્ફાલ વિનાશકએ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર પૂર્વમાં આવેલા શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેને રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ અને સમૃદ્ધિ માટે ક્ષેત્રના મહત્વના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યું છે.
જહાજનું વજન 7,400 ટન છે અને તેની લંબાઈ 164 મીટર છે. જે ધરતીનીથી ધરતીની સપાટી પર મિસાઇલો અને જહાજને નાશ કરતી મિસાઇલો અને ટોર્પિડોથી સજ્જ છે. INS ઇમ્ફાલ બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્ધ જહાજ છે. સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર એ સ્વદેશી બનાવટનું યુદ્ધ જહાજ છે. ઇમ્ફાલનું વજન 7,400 ટન છે. તે 163 મીટર લાંબુ છે અને તેમાં 75 ટકા સ્વદેશી સામગ્રી છે. ઈમ્ફાલ 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. તે સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલોમાની પણ એક છે. તે આધુનિક સર્વેલન્સ રડાર, સ્વદેશી રીતે વિકસિત રોકેટ લોન્ચર અને ટોર્પિડો લોન્ચરથી સજ્જ છે. ખાસ વાત એ છે કે, INS ઇમ્ફાલ પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધની પરિસ્થિતિઓમાં અસરકારક છે. જાણવા મળ્યું છે કે, આ યુદ્ધ જહાજથી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વિનાશક દુશ્મન દેશોમાં ભય ફેલાવશે