Lok Sabha elections: સાતમા એટલે કે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં, સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 લોકસભા બેઠકો માટે 1 જૂનના રોજ મતદાન છે. 4 જૂને મતદાન થશે. આ તબક્કામાં બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થઈ રહ્યું છે.
સાતમા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 11.31 ટકા મતદાન
લાઈવ લોકસભા ચૂંટણી 2024: સાતમા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 11.31 ટકા મતદાન થયું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ, અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ, હરભજન સિંહ, મિથુન ચક્રવર્તી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું.
રાજ્યવાર મતદાનની ટકાવારી
યુપી 12.94
ઓડિશા 7.69
ચંદીગઢ 11.64
ઝારખંડ 12.15
પંજાબ 9.64
પશ્ચિમ બંગાળ 12.63
બિહાર 10.58
હિમાચલ પ્રદેશ 14.35