લાઈવ લોકસભા ચૂંટણી 2024: પ્રાપ્ત જાણકારી પ્રમાણે સાતમા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 40.09 ટકા મતદાન થયું છે. તેમજ સાતમા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું. એ સમયે ઘણા વરિષ્ઠ રાજકારણીઓ અને અભિનેતાઓએ મતદાન કર્યું હતું. તેમજ વારાણસી સીટ પર પણ આજે મતદાન થઈ રહ્યું છે, જ્યાંથી પીએમ નરેન્દ્ર મોદી ઉમેદવાર છે.
રાજ્યવાર મતદાનની ટકાવારી
યુપી 39.31
ઓડિશા 37.64
ચંદીગઢ 40.14
ઝારખંડ 46.80
પંજાબ 37.80
પશ્ચિમ બંગાળ 45.07
બિહાર 35.65
હિમાચલ પ્રદેશ 48.63