પાલિતાણામાં શેત્રુજી ડુંગર પર ધાર્મિક સ્થળને લઈ ફરી વિવાદ થયો છે. પોલીસ દ્વારા મહંતોને પર્વત પરના ધાર્મિકસ્થળે જતા રોકાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. નીલકંઠ મહાદેવ મંદિરના મહંત સ્વામી શરણાનંદ બાપુએ પોલીસ પર અટકાવતા હોવાનો આરોપ લગાવ્યો. શરણાનંદ બાપુએ પાલીતાણા ટાઉનપોલીસ સ્ટેશનના PI પી.બી જાદવ પર આક્ષેપ કર્યા છે.
સ્વામી શરણાનંદ બાપુ દ્વારા વીડિયો વાયરલ કરી PI પી.બી જાદવ પર આરોપ લગાવવામાં આવ્યા છે. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના PIની સૂચનાથી સનાતનની સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, સાધુ-સંત અને પાલીતાણાની આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે
દત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર ઉપર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈનો માને છે કે શિખર પર જે પગલા છે તે નેમિનાથના છે. બંને પક્ષે હાઈકોર્ટમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. હાઈકોર્ટે જૈન સમુદાયને પૂજા કરવાની સત્તા આપી નથી. જૈન સમાજનો દાવો છે કે બંને પક્ષ પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજા કરે છે.