Ahmedabad: અમદાવાદમાં અકાસા એરના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ સુરક્ષાકર્મીઓએ અમદાવાદ પોલીસની મદદથી વિમાનમાં ચકાસણી કરી હતી. અને વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિગ કરાયું હતું.
મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી મુંબઇ જતી અકાસા એરની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી જેથી વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે એરપોર્ટ સુરક્ષાકર્મીઓને જાણ કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ પણ એરપોર્ટ પર પહોંચી હતી.
વિમાનના ઇમરજન્સી લેન્ડિગ બાદ તુરત જ ડોગ સ્ક્વોર્ડની મદદથી વિમાનની અંદર સઘન ચકાસણી કરાઇ હતી. બોમ્બ હોવાની જાણ થતાં તુરત જ વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાયું હતું.
તેમજ બોમ્બ હોવાની વાત અફવા ગણાવાઇ રહી છે. સુરક્ષાકર્મીઓ વિમાનની સઘન તપાસ કરી રહી છે. આ પ્લેનમાં 186 પેસેન્જર અને 7 ક્ર્રું મેમ્બર સવાર હતા. હાલમાં આ ફ્લાઈટ નું ચેકિંગ કરાઇ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ ઉપર તમામ પેસેન્જર ને ફ્લાઈટમાંથી ઉતારી ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે