વાંચક મિત્રો તમે અત્યાર સુધી ચોરીની ઘણી બધી ઘટનાઓ વિશે વાંચ્યું હશે અને સાંભળ્યું પણ હશે ત્યારે આ મામલો થોડો અલગ છે. જેમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં થયું એવું કે ચોર ચોરી કરવાનાં ઈરાદાથી ઘરમાં તો ઘુસ્યો હતો અને ઘરનો સામાન પણ ભેગો કરી લીધો હતો. પરંતું ત્યાર બાદ ચોરને એવી ઉંઘ આવી ગઈ કે તે ત્યાં સૂઈ ગયો હતો. જે બાદ સવારે પાડોશીઓએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી ચોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ આ ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ઈન્દિરા નગર સેક્ટર 20માંથી સામે આવ્યો છે. અહી ઘરમાં ચોરી કરવા ઘુસ્યા હતા. ચોરી ઘરમાંથી બધો સામાન પણ લઈ ગઈ હતી, પરંતુ કહેવાય છે કે નસીબ ખરાબ હોય ત્યારે કંઈ પણ થઈ શકે છે. ચોર સાથે પણ કંઈક આવું જ થયું હતું લાખો રૂપિયાની ચોરી કર્યા બાદ તે પીધેલી હાલતમાં ત્યાં જ સૂઈ ગયો હતો. સવારે જ્યારે પાડોશીએ ઘર ખુલ્લું જોયું તો તે ચોંકી ગયો કારણ કે આ ઘર ડૉ. સુનિલ પાંડેનું છે, જેઓ અગાઉ બલરામપુર હોસ્પિટલમાં ઉચ્ચ હોદ્દા પદ પર હતા.
હાલ સુનીલ પાંડે વારાણસીમાં છે. આવામાં પાડોશીઓએ આરડબલ્યૂંનાં અધિકારીને બોલાવ્યા બાદ તેઓ ઘરમાં ગયા હતા. ત્યારે ઘરની અંદર સામાન વેર વિખેર પડેલો મળ્યો હતો. તેમજ ચોરે તમામ તિજોરીઓ તોડી નાંખી હતી. તેમજ દાગીનાં ચોરી કરી લીધી હતી. તેમજ ગેસ સિલિન્ડર, વોશ બેશીન સહિતની ચીજ વસ્તુઓ કાઢી નાંખી હતી. ત્યારે તેમાંથી એક ચોર ઈન્વર્ટરની બેટરી કાઢતા સમયે નશામાં ચકચૂર હોવાનાં કારણે ડ્રોઈંગ રૂમમાં જ સૂઈ ગયો હતો. જે બાદ પોલીસે ઘરે પહોંચી કપિલની ધરપકડ કરીને લઈ ગઈ હતી. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ ચોર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તો આ ઘટનાએ દરેકને ચોંકાવી દીધા હતા.