I.N.D.I.A. ગઠબંધને બહુમતની નજીક જતો જોઈને મહાગઠબંધનના મોટા નેતાઓ સક્રિય થઈ ગયા છે. મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ ગણાતા શરદ પવાર ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુના સંપર્કમાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. તે જ સમયે, જેડીયુએ ફરી એકવાર પક્ષ બદલવાની કોઈપણ અટકળોને નકારી કાઢી છે.આ દરમિયાન સાંજે I.N.D.I.A. ગઠબંધનની બેઠકનું આયોજન છે. જેમાં મહારાષ્ટ્રની એનસીપીના વડા શરદ પવાર હાજરી આપશે. આ દરમિયાન શરદ પવારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ‘મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો ધારણા પ્રમાણે છે. ચૂંટણી પરિણામોએ દેશની તસવીર બદલી છે.’ જો કે, એનસીપી વડા શરદ પવારે ટીડીપી સાથે વાતચીત કરી હોવાની વાત પર રદીયો આપ્યો છે.
મહારાષ્ટ્રમાં EC ડેટા અનુસાર કોંગ્રેસ 12 સીટોથી આગળ છે. આ પછી ભાજપને 11 બેઠકો, શિવસેના (UBT)ને 11 બેઠકો, NCP (શરદ પવાર)ને 7 બેઠકો, શિવસેના (એકનાથ શિંદે)ને 5 બેઠકો અને NCP (અજિત પવાર)ને એક બેઠક મળી છે. મહાગઠબંધનમાં ભાજપની સાથે અજિત પવારને મોટો ફટકો પડ્યો છે. આને એક મોટો ફટકો પણ માનવામાં આવી રહ્યો છે કારણ કે વર્ષ 2019 માં, ભાજપે અહીં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને 23 બેઠકો જીતી હતી, જ્યારે તેની સહયોગી શિવસેના (તે સમયે અવિભાજિત) 18 પર અટકી ગઈ હતી. તત્કાલીન અવિભાજિત એનસીપીએ ચાર બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક જીતી શકી હતી.
લોકસભા ચૂંટણી 2024ના ચાલી રહેલા વલણમાં NDAને બહુમતી મળતી દેખાઈ રહી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ 290થી વધુ બેઠક પર સતત આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસની આગેવાની હેઠળનો I.N.D.I.A.ને પણ છેલ્લી ચૂંટણીઓ કરતાં વધુ સારો દેખાવ કરી રહ્યો છે. I.N.D.I.A.ને પણ ટ્રેન્ડમાં 230 બેઠકની આસપાસ સાતત્ય ધરાવે છે. નોંધનીય છે કે ભાજપ એકલા હાથે 272નો બહુમતીનો આંકડો પાર કરી શકશે નહીં. ભાજપે ટીડીપી અને જેડીયુ જેવા સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. આવી સ્થિતિમાં ભાજપ માટે એ જરૂરી બની જાય છે કે તે પોતાના સાથી પક્ષોને સાથે રાખે એટલું જ નહીં, તેમને વફાદાર પણ રાખે.
બીજી તરફ I.N.D.I.A. ગઠબંધન બહુમતીની નજીક આવતો જોઈ મહાગઠબંધનના મોટા નેતાઓ સક્રિય થઈ ગયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ ગણાતા શરદ પવાર ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુના સંપર્કમાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે.હાલ ચાલી રહેલા વલણોમાં NDAને જે બેઠકો મળી રહી છે તેમાં TDPનો હિસ્સો મોટો (બીજો સૌથી મોટો) છે. આંધ્રપ્રદેશમાં ભાજપ અને ટીડીપીએ સંયુક્ત રીતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી હતી. આંધ્રપ્રદેશમાં ટીડીપી હાલમાં 16 બેઠક પર આગળ છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, શરદ પવાર ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરે તેવી ચર્ચા છે. જો નાયડુના વલણમાં કોઈ ફેરફાર થશે તો એનડીએને સરકાર બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, ભાજપના આંધ્ર પ્રદેશ મામલાના પ્રભારી સિદ્ધાર્થનાથ સિંહે ચંદ્રાબાબુ નાયડુ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.