ગુજરાતમાં ભાજપનો 23 બેઠકો પર વિજય થયો છે. અને બે બેઠકો પર ભારે રસાકસી જોવા મળી હતી. ત્યારે હવે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં ભાજપે ફરી એકવાર જંગી જીત મેળવી છે. તેમજ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની કુલ 26 પૈકી 25 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે 1 બેઠક બનાસકાંઠા પર કોંગ્રેસ પાર્ટીની જીત થઈ છે.
આ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, દેશભરમાં બે ત્રણ રાજ્યમાંથી ધાર્યા કરતા ઓછા પરિણામ મળ્યા છે. ઓછા પરિણામ મળવા પાછળ અવલોકન કરવામાં આવશે. પાર્ટીની હેટ્રિક સરકતી ગઈ અને ગેનીબેન 15થી 20 હજાર મતથી બચી ગયા.