રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યુ છે. જેમાં કહ્યું છે કે, હજુ એક આરોપીને પકડવાનો બાકી છે. જેના માટે લૂકઆઉટ નોટીસ કાઢવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનને કાયમી સ્ટ્રકચર ગણીને કાર્યવાહી કરાશે.
જાણો હાઈકોર્ટમાં સરકારે સોગંદનામાના શું કહ્યું ?
રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કર્યું સોગંદનામુ તેમજ ગૃહ વિભાગનાં જોઇન્ટ સેક્રેટરી એ વિગતવાર એફિડેવિટ કોર્ટમાં રજૂ કર્યું છે. આ બાબતે TRP ગેમ ઝોનમાં આગ બાદ એક્શન ટેકન રિપોર્ટ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યો છે.
આગ દુર્ઘટનામાં 27 મોત થયા હોવાની જાણ કોર્ટને કરાઈ તેમજ ઘટના સંદર્ભે 05:43 કોલ મળ્યા બાદ 5:48 એ કામગીરી શરૂ કરી દીધી હોવાનો સરકારે દાવો કર્યો છે આ સાથે 70-80 સ્ટાફ ઉપરાંત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઘરના સ્થળે મોકલ્યા હોવાની સરકારે રજૂઆત કરી છે
એ જ સાથે સરકારે કહ્યું છે કે શરૂઆતમાં એમ લાગતું હતું કે 28 મૃતદેહો મળ્યા છે પરંતુ DNA ટેસ્ટ બાદ 27 નાં મોતની જાણકારી મળ્યા છે તેમજ ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાતે ગયા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે સરકારે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક SIT નું ગઠન કર્યું અને 72 કલાકમાં રિપોર્ટ મંગાવ્યો હતો તેમજ દુર્ઘટનામાં મૃતકોને રાજ્ય અને કેન્દ્ર સરકારે વળતર ચૂકવ્યા હોવાની જાણ પણ કોર્ટના રેકોર્ડ પર મુકાઈ છે.
ગુજરાત સરકારે આગળ કહ્યું કે ઘટનામાં નોંધાયેલ ફરિયાદ બાદથી અશોક સિંહ જાડેજા હજુ પકડથી દૂર, લુક આઉટ નોટિસ જાહેર, જ્યારે એક આરોપીનું દુર્ઘટનામાં મોત થયું છે તેમજ રાજ્ય સરકારે ઘટના બાદ તમામ જગ્યાઓ પર કડક કામગીરી માટેની સૂચના આપી છે.અને DM, મ્યુ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને રાજ્ય સરકારે સૂચના આપી છે.
ટેમ્પરરી સ્ટ્રક્ચર અને કાયમી સ્ટ્રક્ચરના વિવાદ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કબૂલાત કરી છે
તેમજ રાજ્ય સરકાર કહ્યુ કે ગેમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણવામાં આવશે, અને તે મુજબ જ કાર્યવાહી થશે: અને રાજ્ય સરકારે સોગંદનામાં સ્વીકાર્યું કે આ ગેમ ઝોન અને તેના ડેવલપમેન્ટ માટે કોઈ જ મંજૂરી લેવામાં આવી ન હતી. તેમજ આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે