અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા PI બાબુ પટેલ 10 લાખની લાંચ માગવાના પ્રકરણમાં વોન્ટેડ હતો. જે સંદર્ભે ACBની ટીમ તેમને શોધી રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અનેક રાજકીય પ્રયાસો કર્યા બાદ બાબુ પટેલ અનેક જગ્યાએ છુપાતો રહ્યો હતો. આખરે ACBની ટીમે બાબુ પટેલની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદ પોલીસને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ક્રિકેટ સટ્ટાના કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે સાયબર ક્રાઈમના PI, ASI અને હેડ કોન્સ્ટેબલે આરોપી પાસેથી 10 લાખની લાય માગી હતી. આ લાંચની રકમ લેતા સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ અને ASI રંગે હાથ ઝડપાયો છે. આરોપીઓએ સિંધુભવન રોડ પર જાહેરમાં 10 લાખ લીધા હતા. આ મામલે મુખ્ય આરોપી PI કરાર થઈ ગયો હતો.
શું હતો સમગ્ર મામલો
અમદાવાદ પોલીસને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ક્રિકેટ સટ્ટાના કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે સાયબર ક્રાઈમના PI, ASI અને હેડ કોન્સ્ટેબલે આરોપી પાસેથી 10 લાખની લાંચ માગી હતી. આ લાંચની રકમ લેતા સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ અને ASI રંગે હાથ ઝડપાયો છે. આરોપીઓએ સિંધુભવન રોડ પર જાહેરમાં 10 લાખ લીધા હતા. આ મામલે મુખ્ય આરોપી PI ફરાર થઈ ગયો હતો.
સાઇબર ક્રાઇમમાં ક્રિકેટના સટ્ટાનો કેસ કરવામાં આવ્યો હતો. આ સટ્ટાનો કેસમાં આરોપીઓને સાઇબર ક્રાઈમના PI બી.એમ પટેલ અને હેડ કોન્સ્ટેબલ અમથા પટેલ રૂબરૂ મળ્યા હતા. આ કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે સટ્ટાના કેસના આરોપીઓ પાસેથી PI અને કોન્સ્ટેબલે પૈસાની માગ કરી હતી. જે રકઝકના અંતે 10 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સટ્ટા કેસનો આરોપી 10 લાખની લાય આપવા ઇચ્છતો ના હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા સમગ્ર મામલે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં સિંધુભવન હોલની બાજુમાં જાહેર રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ અમથા પટેલ અને સાઇબર ક્રાઇમના જ એસ.આઈ ગૌરવ ગામેતી 10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.