GENIBEN RAJINAMU: લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ગેનીબેન હવે આગામી 13 જૂને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યની ચૂંટણીમાં અને સાંસદની ચૂંટણીમાં બંનેમાં તેમણે ભવ્ય જીત મેળવી છે.
લોકસભા ચુંટણી 2024 ગુજરાતમાં ભાજપના ક્લીન સ્વીપના સપના પર પાણી ફેરવીને ગેનીબેને ગુજરાતમાં લોકોના દિલ જીતી લીધા છે. તેમજ આ બનાસની સિંહણે ન માત્ર બનાસકાંઠા માં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાનો જલવો દેખાડી દીધો છે. તેમજ ગુજરાતમાં કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી અને તેના પર ગેનીબેનનો ભવ્ય વિજય થયો. જયારે આ બેઠક પર મતગણતરી ચાલી રહી હતી ત્યારે તેમાં ઘણો રસાકસી ચાલી હતી. જીત કે હાર અંત સુધી નક્કી કરવી મુશ્કેલ હતી. પરંતુ આખરે ગેનીબેન ઠાકોર મેદાન મારી ગયા અને રેખા ચૌધરી હારી ગયા હતા.
લોકસભા ચુંટણી 2024માં ભવ્ય વિજય મેળવ્યા બાદ ગેનીબેન હવે આગામી 13 જૂને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે. ધારાસભ્યની ચૂંટણીમાં અને સાંસદની ચૂંટણીમાં બંનેમાં તેમણે ભવ્ય જીત મેળવી છે. હવે તેમણે એક પદ છોડવું પડે. જેથી તેઓ હવે પોતાના વાવના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપશે. એ જ સાથે હવે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટ ચૂંટણી યોજાશે અને વાવને નવા ધારાસભ્ય મળશે.