ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા એટલે કે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આજે ગણેશ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો હતો.
પ્રાપ્ત જાણકારી મુજબ દલિત સમાજના યુવકનું અપહરણ કરી માર મારવાના કેસમાં ગણેશ જાડેજાને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. ગણેશ ગોંડલની સાથે અન્ય 7 શખ્સોને પણ કોર્ટમાં રજૂ કરાયા હતા. આજે કેસની તારીખ હોવાથી કરાયા રજૂ કરવામાં આવ્યા હતાં. તેમજ કોર્ટની રૂટિન પ્રકિયાને લઈને તમામ આરોપીને રજૂ કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે તમામ આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટ લવાયા હતા. પ્રથમવાર તમામ આરોપીઓ ખુલ્લા ચહેરા સામે આવ્યા છે. જો કે જ્યારે ગણેશ ગોંડલ કોર્ટમા રજુ કરાયો ત્યારે પણ તેના મોઢા પર સ્મીત હતુ. તેમજ તેની સાથેના તમામ આરોપીઓ પણ હસી રહ્યા હતા. જેથી કહી શકાય છે કે આ ધટનાથી તેમને કોઇ અફસોસ નથીં