ગુજરાતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અહીંના 10 લોકોની કુવૈતમાં ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં કુવૈતમાં એક ઈમારતમાં આગ લાગવાની ઘટનામાં અનેક ભારતીયોના મોત થયા હતા. જેના કારણે કુવૈતમાં જૂની ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે. જેના કારણે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દધવ ગામના 10 લોકોની કુવૈત પોલીસે ધરપકડ કરી છે.
વિજયનગરના ઘણા લોકો કુવૈતમાં રહે છે અને ઘણા વર્ષોથી ત્યાં કામ કરે છે. 16 જૂનના રોજ બકરીની રજા હોવાથી વિજયનગરના 10 લોકો કુવૈતમાં તેમના સંબંધીઓને મળવા ગયા હતા. ત્યારબાદ કુવૈત પોલીસે તમામની ધરપકડ કરી હતી. આ પછી પટેલ રમણલાલ કુરજીભાઈએ સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાને પત્ર લખીને તમામ લોકોને દેશમાં પરત લાવવાની માંગ કરી છે. તેમજ કુવૈત પોલીસે તમામની અટકાયત કરી છે. આ અંગે રમણભાઈ કુરજીભાઈ મોઢાપટેલે PM નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી અને સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયા અને રાજ્યસભાના સાંસદ રમીલા બારાને પત્ર લખ્યો છે. જેમાં વહેલી તકે તમામને મુક્ત કરવા માંગ ઉઠી છે.