કચ્છનાં દરિયા કિનારેથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાવાની ઘટના બનવા પામી છે. જખૌ પાસેથી ફરી ડ્રગ્સનાં 20 પેકેટ મળી આવતા એજન્સીઓ સતર્ક થઈ જવા પામી હતી. છેલ્લા 1 મહિનામાં કચ્છમાંથી ડ્રગ્સનાં 170 પેકેટ મળી આવ્યા હતા. તેમજ કચ્છનાં દરિયા કિનારેથી ફરી ડ્રગ્સ ઝડપાવા પામતા એજન્સીઓ સતર્ક થઈ જવા પામી હતી. બીએસએફને બિનવારસી ડ્રગ્સનાં પેકેટ મળી આવ્યા હતા.
3 કોથળામાં 30 પેકેટ મળી આવ્યા છે
જિલ્લામાં એજન્સીઓની કામગીરી કાબીલેદાદ
11 દિવસમાં 170 થી વધુ Drugs ના પેકેટ મળ્યા
એક પેકેટની કિંમત 50 લાખ આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે આંકવામાં આવે છે. આ પેકેટ પર બાજ ચીતરેલું છે. એક કોથળામાં 10 પેકેટ એક કિલોના હોય છે. જ્યારે 3 કોથળામાં 30 પેકેટ મળી આવ્યા છે. અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી બીએસએફ ને 11 દિવસમાં 170 થી વધુ Drugs ના પેકેટમાં મળી આવ્યા છે. હજુ પણ બીએસએફ તેમજ મરીન પોલીસ, કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન યથાવત રહેવા પામ્યું છે.
અત્યાર સુધી ચરસ, હેરોઈન, મોરફિન ના પેકેટ પકડાઈ ચૂક્યા છે ત્યારે હજુ પણ બિનવારસી પેકેટો પકડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવાધનને બરબાદ કરવાના સમગ્ર નેટવર્કમાં સુરક્ષા એજન્સીઓ હાલમાં તમામ ટાપુઓ, ક્રિક વિસ્તાર ખૂંદીને Drugs કોઈ વ્યક્તિના હાથમાં ન આવે, તે માટે સતત નજર રાખી રહી છે. સરહદી જિલ્લામાં એજન્સી ઓની કામગીરી કાબીલેદાદ છે.