રાજયના દરેક માતા-પિતા માટે ચિતાજનક કિસ્સો સામે આવ્યો છે.મળતી માહિતી મળતી પ્રમાણે જામનગરમાં માતાએ ઠપકો આપતા માત્ર 9 વર્ષનાં બાળકે આપઘાત કરી લીધો છે. માતાએ બાળકને સાઇકલ ચલાવવાની ના પાડતા માત્ર 9 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. બાળકનાં આપઘાતની ઘટનાથી સમગ્ર પરિવારમાં માતમ છવાયો છે.
જામનગરના દરેડમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષના બાળકને માતાએ સાઇકલ ચલાવવાનો ઇનકાર કર્યો હતો. તેમજ આ વાતનું લાગી આવતા માત્ર 9 વર્ષના માસૂમ બાળકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું છે. બાળકનાં આપઘાતની ઘટનાથી સમગ્ર પરિવારમાં માતમ છવાયો છે. તેમજ આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ તપાસ હાથ ધરી છે…