ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમે-ધીમે વધી રહી છે. કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે તો કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારો થઈ રહ્યો છે. એવામાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં વરસાદ જુનાગઢના વિસાવદરમાં સવા 4 ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના ગાંધીધામની વાત કરીએ તો ત્યાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.દાંતામાં પણ પોણા 3 ઈંચ વરસાદ વરસયો છે.મધ્ય ગુજરાતના ખેડામાં પણ મેઘારાજા મન મૂકીને વરસ્યા છે.ખેડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.બીજી તરફ જામજોધપુર, ડોલવણ, દિયોદરમાં પણ 2-2 ઈંચ વરસાદ આવ્યો છે. 16 તાલુકામાં 1 થી 2 ઈંચ સુધીનો વરસાદ થયો છે. તેમજ કાલે એકતરફ જ્યાં વરસાદ મન મૂકીને વરસ્યો છે, ત્યાં બીજી તરફ આજે વરસાદનું જોર ઘટ્યું છે.આજે સવારે 6 થી 8 માં 8 તાલુકામાં વરસાદ આવ્યો હતો. કચ્છના માંડવીમાં 2 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ આવ્યો હતો.ખંભાળિયામાં પણ આજે 2 કલાકમાં અડધો ઈંચ વરસાદ આવ્યો છે.