અમદાવાદમાં રોગચાળો વધ્યો. સોલા સિવિલમાં ઓપીડી 1200ને પાર. જ્યારે એલજી હોસ્પિટલમા ઓપીડી 1500ને પાર. શારદાબેન હોસ્પિટલમાં ઓપીડી 1700ને પાર. અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 1300ને પાર. ઝાડા ઉલટી ,શરદી ખાંસી મેલેરિયા સહિતના કેસોમાં ઉછાળો થયો છે. સાથે સાથે સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 700ને પાર થયા છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં ઝાડા ઉલ્ટીના 40 થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. શહેરમાં રોગચાળો વધતાં લોકોમાં ભર્યનો માહોલ જોવા મળે છે
એક તરફ રાજ્યમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ગરમીમાં ત્રાહિમામ થતા લોકને રાહત મળી છે તેમજ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળે છે ત્યારે ગુજરાતના મહાનગર એવા અમદાવાદમાં વરસાદની શરૂઆત થતાજ રોગચાળો વધ્યો છે. અમદાવાદની સોલા સિવિલમાં ઓપીડીનો આંકડો 1200ને પાર થયો છે જ્યારે એલજી હોસ્પિટલમા ઓપીડી 1500ને પાર તેમજ શારદાબેન હોસ્પિટલમાં 1700 અને અસારવા સિવિલમાં ઓપીડીનો આંકડો 1300 પાર થયો છે. શહેરમાં ઝાડા ઉલટી ,શરદી ખાંસી અને મેલેરિયા સહિતના કેસોમાં ઉછાળો આવ્યો છે. તેમજ સાથે સાથે સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 700ને પાર થયા છે જ્યારે સરકારી હોસ્પિટલમાં ઝાડા ઉલ્ટીના 40થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તેમજ રોગચાળો વધતા શહેરીજનોમાં ભર્યનો માહોલ જોવા મળી રહ્યો છે