નકલી ધી, નકલી કચેરી, નકલી MLA, નકલી ટોલનાકા અને છેલ્લે છેલ્લે નકલી અધિકારીઓ પણ ગુજરાતના લોકોએ જોઈ લીધા.પરંતુ હવે તમે જે દવા પી રહ્યા છો તે નકલી છે કે નહીં તેની પણ કોઈ ગેરેન્ટી નથી..
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગાંધીનગરમાં લાઇસન્સ વગર દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.ગાંધીનગર જીઆઇડીસીમાં શ્રી હેલ્થ કેર ના નામે આ ફેક્ટરી ચાલતી હતી, જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને ૪૩ લાખથી વધુની બનાવટી દવા જપ્ત કરી હતી. તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચાર કરોડથી વધુના API તેમજ મશીન જપ્ત કર્યા છે જ્યારે શંકાસ્પદ APIના પાંચ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. સાહેબ ત્યારે સવાલ એ પણ છે કે આટલા મોટા પાયે ચાલતી આ બનાવટી ફેક્ટરી કોઇના પીઠબળ વગળ ચાલતી હોય એ વાત હજમ થાય તેમ નથી..
ગાંધીનગર ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી બાતમીનાં આધારે ગાંધીનગર જીઆઈડીસીમાં લાયસન્સ વગર ચાલતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં શ્રી હેલ્થકેર નામની ફેક્ટરીમાંથી 43 લાખથી વધુની બનાવટી દવા જપ્ત કરી હતી. તેમજ દવા બનાવવાની 4 કરોડથી વધુની કિંમતનાં API સહિત મશીનો ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી.