વર્ષ ૨૦૨૩નાં કારોબારનો અંતિમ દિવસ શેર બજાર માટે ખુબ જ આવકારદાયક સાબિત થયો હતો. તેવામાં શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો શેર ક્યો છે? ભારતીય શેર બજારમાં આજે પણ તમને 5-10 પૈસા વાળો શેર મળે છે. એટલે કે તેને કોઈ પણ ખરીદી શકે છે. પરંતુ દુનિયામા જે શેર સૌથી મોંઘો છે તેની કિંમત સાંભળશો તો તમને પણ વિશ્વાસ નહીં આવે. આજની તારીખમાં દુનિયાના સૌથી જે મોંઘા શેર છે તેના એક શેરની કિમત 4 કરોડ રૂપિયા છે. આવો જાણીએ વિસ્તારથી!
વાસ્તવમાં દુનિયામાં સૌથી મોંઘો સ્ટોક બર્કશાયર હૈથવે ઈંકનો છે. આ કંપનીના એક શેર કિંમત અત્યારે 5,43,750 ડોલર છે. જે ભારતીય કરન્સી મુજબ 4.52 કરોડ રૂપિયાનો છે. આ એક શેરથી તમે આલીશાન ઘર, ગાડી, નોકર-ચાકર, બેંક બેલેન્સ અને એશો આરામનું જીવન જોઈ શકો છો. એક શેરની કિંમતમાં એટલા ઝીરો લાગે છે કે તમે ગણતા ગણતા કન્ફ્યુઝ થઈ જાવ.
એટલે કે જે વ્યક્તિ પાસે માત્ર એક શેર હોય તેનું તો જીવન જ બદલાઈ જાય. આ શેર પોતાનામાં જ કરોડપતિ છે. સામાન્ય રીતે સામાન્ય લોકો તેના જીવનની પુરી કમાણી પણ લગાવી તો પણ આ શેર ન ખરીદી શકે. કારણ કે આ એક શેર ખરીદવા માટે ઓછામાં ઓછા 4.52 કરોડ રૂપિયાની જરૂર પડે છે. જે સામાન્ય લોકોના બજેટની બહારની વાત છે.. બર્કશાયર હેથવેનોસ્ટોક આજથી જ નહીં પણ છેલ્લા ઘણા વર્ષોથી દુનિયાનો સૌથી મોંઘો શેર છે.
Berkshire Hathaway Inc.ના શેરે છેલ્લા એક વર્ષમાં 18 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં શેર ધારકોને ઓછામાં ઓછુ 80 ટકા જેટલુ રિટર્ન આપ્યું છે. ફોર્બ્સ મુજબ બર્કશાયર હૈથવેમાં વોરેન બફેટની 16 ટકા ભાગીદારી છે. હવે આપણે એ જાણીએ કે આખરે બર્કશાયર હૈથવે ઈન્કના આખરે માલિક કોણ છે. તો આ કંપનીના માલિક વોરન બફેટ છે. જેને કોઈ ઓળખની જરૂર નથી. બર્કશાયર હેથવે ઈન્ક વિશ્વની સૌથી મોટી સ્ટોક કંપની છે તેના માલિક વોરેન બફેટ છે. આખા વિશ્વના લોકો અનુભવી રોકાણકાર વોરેન બફેટને અનુસરે છે. એવું કહેવાય છે કે વોરેન બફેટ જે કંપનીમાં રોકાણ કરે છે તે કંપનીના દિવસો જ બદલાઈ જાય છે.
આ કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં છે.કંપનીમાં લગભગ 3,83,000 કર્મચારીઓ કામ કરે છે. બર્કશાયર હેથવે ઇન્ક. અમેરિકા સિવાય તે ચીનમાં પણ પોતાનું નેટવર્ક ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે. વોરેન બફેટે જ્યારે 1965માં આ ટેસ્ટટાઈલ કંપનીની કમાન સંભાળી ત્યારે એક શેરની કિંમત 20 ડોલર કરતા પણ ઓછી હતી અને આ શેર આજે હવે એક અલગ જ ઉંચાઈ પર પહોંચી ગયો છે..