હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ ટંકારામાં સવા 4 ઈંચ વરસાદ વરસ્યો, રાજ્યના 17 તાલુકાઓમાં 1 થી 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કોડીનારમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ગોંડલ અને જૂનાગઢમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
ટંકારા સવા 4 ઈંચ, કોડીનારમાં સવા 3 ઈંચ, જૂનાગઢમાં 3 ઈંચ, તો દાંતામાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ જેતપુરમાં 2 ઈંચ, સુત્રાપાડામાં પોણા 2 ઈંચ, કાલાવડમાં પોણા 2 ઈંચ, મેંદરડામાં પોણા 2 ઈંચ, વેરાવળમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. એ જ સાથે વાંકાનેરમાં સવા ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. હળવદમાં 1 ઈંચ, ડભોઈમાં 1 ઈંચ, છોટા ઉદેપુરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે