ગુજરાતના એકમાત્ર બિઝનેસ પ્લેસ ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે દારૂબંધીમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી, જે નિષ્ફળ સાબિત થઈ છે. અટપટી શરતો અને દારૂની ઊંચી કિંમતોના કારણે આ યોજના ફ્લોપ થઈ રહી છે. પરમીટ શોપ કરતાં ત્રણ ગણો મોંઘો દારૂ ખરીદવા લોકોને રસ પડ્યો નથી.
23 ડિસેમ્બર 2023ના દિવસે ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુની છૂટ જાહેર કરી હતી પરંતુ તેના 3 મહિના બાદ 1 માર્ચથી અહીં દારુ છૂટ લાગી પડી હતી. તેમજ મળતી માહિતી પ્રમાણે આબકારી વિભાગે 1 માર્ચથી દારુ પરમિટના આંકડા ભેગા કરવાનું ચાલું કર્યું હતું. આબકારી વિભાગના આંકડા દર્શાવે છે કે માર્ચથી જુનના ચાર મહિનામાં ફક્ત 500 કર્મચારીઓએ લિકર પરમિટની અરજી કરી હતી તો સામે પક્ષે ગિફ્ટ સિટીમાં 24,000 કર્મચારીઓ કામ કરે છે.
એ જ સાથે 250એ વિઝીટર પરમિટ લીધી છે. તેમજ ગિફ્ટ સિટીની મર્યાદામાં વેચવામાં આવતા દારૂની કિંમત રાજ્યભરની પરમિટની દુકાનોમાં ઉપલબ્ધ છે તેના કરતાં ત્રણ ગણી વધારે છે, ઓછી પરમિટનું કદાચ આ પણ એક કારણ હોઈ શકે.