અમદાવાદ: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 1.84 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમામણે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા દર્શાવાવમાં આવી છે.
આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠના પોશીનામાં 46 MM, દાંતીવાડામાં 42 MM, ઉમરગામમાં 41 MM, ભુજમાં 40 MM, નખત્રાણામાં 39 MM, ભાવનગરના મહુવામાં 39 MM, ભાવનગરમાં 33 MM, જેતપુરમાં 31 MM, માંડવીમાં 31 MM, વાપીમાં 30 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ મધ્ય ગુજરાતના આણંદ, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ, સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
આજે આ જિલ્લામાં વરસાદની સંભાવના
દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ , સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, કચ્છ અને દિવ તેમજ જિલ્લાના ઘણા સ્થળોએ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.