ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડી રહી છે. એક તરફ શાળા પ્રવેશોત્સવનો ચાલી રહ્યા છે. તો બીજી તરફ ચૈતર વસાવાએ શાળાઓની વરવી વાસ્તવિકતા ઉજાગર કરી છે તેમજ રાજયમાં ક્યાંક શાળાઓ જર્જરિત હાલતમાં છે તો કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક જ નથી. હવે આ બધા વચ્ચે રાજ્યમાં અત્યારે પ્રવેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. શાળા પ્રવેશોત્સવ જેવા તાયફાઓ દ્વારા ગુજરાતમાં શિક્ષણનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ શું ખરેખર સાહેબો આપને રાજ્યમાં કથળતી શિક્ષણ વ્યવસ્થાની પરિસ્થિતિ ખબર છે ?સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી એવી સરકારી પ્રાથમિક શાળાઓ જેમાં બાળકો કથળતી શિક્ષણ વ્યવસ્થાનો ભોગ બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી સરકારી શાળાની મુલાકાતે ચૈતર વસાવા પહોંચ્યા હતા. તેમને ત્યાંની વરવી વાસ્તવિકતા જોઈ હતી અને ખરેખર આપણી શિક્ષણ વ્યવસ્થાઓ સવાલ ઉભા થયા છે.
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ચાલી રહ્યો છે. તેમજ આજે પ્રવેશોત્સવના બીજા દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી શાળાઓની મુલાકાતે પહોંચ્યા હતા. જેને લઈને તેમણે શિક્ષણ વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવ્યા છે. એ જ સાથે તેમને કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી 10 થી 15 કિ.મી.ના નજીક ના ગામોની 6 શાળાના કાર્યક્રમોમાં મેં પોતે ભાગ લીધો જેમાં ગંભીર બાબતો ધ્યાન પર આવેલ છે
આ ગામોમાં આવતા આંગણવાડી કેન્દ્રોની પણ મુલાકાત લીધી આંગણવાડી વર્કરોનું કાર્ય ખુબ સરસ છે.આ આપણા રોલ મોડેલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. વિશ્વ ગુરુ બનવાની વાતો થાય છે પણ અહીંની શાળાઓમાં ગુરુ નથી.એક જ શિક્ષક 1 થી 5 ધોરણને એક જ વર્ગખંડમાં ભણાવે છે. શાળાઓમાં જર્જરીત ઓરડાઓના કારણ કે ઓરડા ન હોવાના કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર છે. ત્યારે આ પરિસ્થિતિ સરકારને શા માટે દેખાતી નથી