રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડી રહી છે. ક્યાંક ઉમેદવારો TET TATનો વિરોધ કરે છે તો બીજી તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ વર્તાય રહી છે. ક્યાંક શાળાઓ જર્જરિત હાલતમાં છે તો કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક જ નથી. હવે ગુજરાતના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સલગ્ન કોલેજોમાં નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા નિયમ વિરુદ્ધ પ્રવેશ આપનાર સંસ્થાઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજા સહિત વિદ્યાર્થીઓ અને એન એસ યુ આઈ દ્વારા સુત્રોચાર સાથે કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું અને નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ આપનાર સંસ્થાઓ,યુનિવર્સિટીના કર્મચારી ઉપર કડકમાં કડક કાર્યવાહી 7 દિવસમાં કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે રાખી મહાઆંદોલન કરીશું અને આવનાર દિવસોમાં આરોગ્ય મંત્રીના ઘરના ઘેરાવો કરવો પડે કે વિધાનસભાને ઘેરાવો કરવો પડે એ માટેની પણ અમારી તૈયારી છે. 400 વિદ્યાર્થીઓના ભવિષ્યને સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની રજૂઆત કરી માગણી કરી હતી કે, જે વ્યક્તિના સહીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી થઈ છે એ છેતરપીંડીમાં એફઆઇઆર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની દાખલ કરે અને યુનિવર્સિટી જો દાખલ નહીં કરે તો વિદ્યાર્થી સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડાં થયા છે એની એફઆઈઆર અમે લખવીવીશું.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કુલપતિને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વર્ષ 2023-24 માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ (INC) દ્વારા નર્સિંગમાં પ્રવેશ માટેની અતિમ તારીખ 30/11/23 રાખેલ હતી.જેનો પરિપત્ર આ સાથે સામેલ છે.ગુજરાત નર્સિંગ કાઉન્સિલ (GNC) દ્વારા 30/11/23 સુધી રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓને કાઉન્સિલના નિયમ -17 એટલે કે જે વિદ્યાર્થીઓ કાઉન્સિલમાં રજીસ્ટ્રર થયા હોય તેની એન્ટ્રી પોર્ટલમાં 23/12/23 સુધી કરવાની જાણ ગુજરાતની દરેક યુનિવર્સિટીઓને કરવામાં આવેલ હતી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી દ્વારા દરેક સંસ્થાને કાઉન્સિલના નિયમ – 17 પ્રમાણે સંસ્થાઓ ને પ્રવેશ આપવા પરિપત્ર કરવામાં આવેલ હતો.