સામાન્ય સંજોગોમાં પોલીસ સ્ટેશનોમાં લોકો પોતાની રજુઆત લઇને જાય છે આ વાત આપડે બધા એ જોઇ છે પરતું ગુજરાતમાં હવે ગંગા અવળી દિશામાં જ વહે છે કે કારણ કે અમદાવાદ એક પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસ સ્ટેશનમાં ભાજય નેતા હિમાંશુ ચૌહાણનું બર્થ-ડે સેલિબ્રેશન થતું નજરે ચડે છે જે સ્ટેશનમાં લોકોને ન્યાય અને અપરાધીને સજા થાય તેની અપેક્ષા સાથે જાય છે ત્યાં તો ભાજપ નેતાએ આ પોલીસ સ્ટેશનને કમલમ બનાવી ને રાખ્યું છે. જેને જોઇને ભાજપ પાર્ટી અને ખાખી વરદીને ડાંધ લાગે તેવું કાર્ય કર્યું છે.
શું છે મામલો
અમદાવાદના એક પોલીસ સ્ટેશનનો વિડિયો હાલ વાયરલ થયો છે જેને જોઇને લાગે છે કે ભાજપના નેતા હવે પોલીસ સ્ટેશનને કમલમ ઓફીસ કે પછી પોતાનું મનોરજનનું કેન્દ્ર સમજી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ભાજયના નેતા લાગે છે ભુલી ગયા છે કે પોલીસ સ્ટેશન તેમનું કમલમ નથીં, આ પોલીસ સ્ટેશનમાં લોકો ન્યાયની અપેક્ષા સાથે આવે છે ત્યા તો અહિયા પોલીસ અધિકારીઓ નેતાના બર્થ-ડેમાં ગાયું હેપી બર્થ ડે ટુ યુ ગાય છે
ACP અને DCPની હાજરીમાં સેલિબ્રેશન
ચલો માની લઇ કે નાના પોલીસ અધિકારીઓને આ બાબતે કોઇ જાણકારી ના હોય પરતું જેની માથે આ શહેરની જવાબદારી છે એવા હોદાના ACP અને DCPની હાજરીમાં આવા BJP નેતાનો જન્મદિવસ ઉજવામાં આવે છે તેમજ નેતા હિમાંશુ ચૌહાણના બર્થ-ડેમાં હેપી બર્થ ડે ટુ યુ જેવા ગીત ગાવામાં આવે છે . તેમજ ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત હતાં એ જ સાથે DCP સહિત અનેક PI સેલિબ્રેશનમાં પોતાની હાજરી આપી હતી સૌથી મોટી વાત તો એ છે કે IPS કાનન દેસાઈએ ACP કચેરીમાં આયોજન કર્યું છે અને જાણે કોઇ મહત્વની બેઠકના રાખવામાં આવી હોય તેમ તાબા હેઠળના તમામ PIને ફરજીયાત હાજર રખાયા હતાં. પરતું બધી ધટનનાં બાદ ભાજય પોતાના નેતા કે પછી પોલીસ તંત્ર આ લોકો પર શું કાર્યવાહી કરે છે તે જોવાની રહેશે