રાજ્યમાં ફરી એક ભાજપના નેતાએ ભ્રષ્ટાચાર તંત્રની પોલ ખોલી છે આજે અમરેલીના સાવરકુંડલામાં ભાજપના નેતાએ હિરેન હીરપરાએ કહ્યું કે, ઇકો સેન્સીટીવ ઝોન કે અન્ય નદીમાં બેફામ રેતી ચોરીઓ થઈ રહી છે. પરમીટો આપવાના નામે અધિકારીઓની મીલીભગતથી રેતી માફિયાઓ ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરો સામે કરાયેલી કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હીરપરાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.
મળતી માહિતી સાવરકુંડલામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરો સામે કડક કાર્યવાહી કરવામા આવી છે. ખાણ ખનીજ વિભાગે સાવરકુંડલાના કરજાળાની શેલ નદી માંથી 4 ટ્રેકટરો ઝડપી પાડ્યા છે. આ સાથે નાના લીલીયામાં રેતી ચોરી કરતું ડમ્પર ટ્રક ઝડપાયું છે. આશરે 40 લાખનો મુદ્દામાલ ખાણખનીજ વિભાગે જપ્ત કર્યો છે. ત્યારે ખાણખનીજ વિભાગની કાર્યવાહી સામે ભાજપના નેતાની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હીરપરાએ આ મામલે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.
હિરેન હીરપરાએ કહ્યું કે, ઇકો સેન્સીટીવ ઝોન કે અન્ય નદીમાં બેફામ રેતી ચોરીઓ થઈ રહી છે. પરમીટો આપવાના નામે અધિકારીઓની મીલીભગતથી રેતી માફિયા ઓને ખુલ્લેઆમ પીળો પરવાનો આપે છે. રહેણાંકી મકાનો બનાવવા માટે લીઝો આપવાનો પેન્ડિંગ પ્રશ્ન છે તેમાં તંત્ર ધ્યાન નથી આપતું . ખેડૂતો કે માલધારીઓએ રેતી, માટી કે મોરમ પોતાના ખેતરો માટે ત્યારે તંત્ર શુરા બનીને ટ્રેકટરો ડીટેઇન કરે છે. અમરેલી જિલ્લામાં રેતીમાં કાળી કમાણી તંત્ર કરી રહ્યું છે આ તંત્રને સુધારવું જોઈએતેમજ ત્યારે સવાલ એ થાય છે કે આજ સુધી ભાજપના નેતા આ મુદ્દે બોલ્યા ન હતા પરંતુ અચાનક જ ભાજપના નેતાને રાતો રાત આત્મજ્ઞાન થયું હોય તેમ આ મુદ્દે બોલી રહ્યા છે.