સુરતમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રોયલ રેસિડેન્સીમાં એક કારચાલકે બે રમી રહેલાં બાળકોને કચડ્યાં હતાં. બાળકોએ બૂમાબૂમ કરતા કારચાલક તુરંત કારમાંથી બહાર નીકળ્યો હતો અને એક બાળકને બહાર કાઢ્યું હતું. તો અન્ય એક નાના બાળકને બૂમાબૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી બહાર કાઢ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં બંને બાળકનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી પ્રમાણે પરબત પાટિયા વિસ્તારમાં રોયલ રેસીડેન્સીમાં બે બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ જ સાથે ત્યારે સોસાયટીના પટાંગણમાં રમી રહેલા બે બાળકો નજરે ન ચડતા તેના પર કાર ચડાવી દીધી હતી. બુમાબુમ થતા કાર ચાલક બહાર નીકળ્યો હતો. તેમજ બંને બાળકોને બહાર કાઢ્યા હતા. જો કે, સદનસીબે બન્ને બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતાં.