રાજ્યના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના પાંચ અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ તરફ વલસાડની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે હવામાન વિભાગના અનુસાર, ગુજરાતના તમામ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદની સંભાવના છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ભરૂચ જેવા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ હવામાન વિભાગે 27 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આગાહી પ્રમાણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.