Ganesh Gondal Case: તાજેતરમાંગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે. તેમજ ગણેશ ગોંડલે જુનાગઢના દલિત યુવક સંજય સોલંકી નું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે કરવામાં આવી હતી. હવે આ કેસમાં ગણેશ ગોંડલની જામીન અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢ પોલીસે ગઈકાલે આ કેસમાં કલમ 120 (બી)નો ઉમેરો કર્યો હતો. જે બાદ આજે ગુજરાત હાઇકોર્ટમાં ગણેશ ગોંડલની જામીન અરજી મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે બાદ આજે આ મામલામાં વધુ એક તારીખ પડી છે. અને હવે જામીન અરજી મુદ્દે સુનાવણી 16 જુલાઈએ થશે. સાથે જ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદી રાજૂ સોલંકીને પણ હાજર રહેવા નોટિસ ફટકારી છે. હવે આ કેસમાં ગણેશ ગોંડલને જામીન મળશે કે નહિ તે તો જોવાનું રહ્યું. તેમજ ગણેશ ગોંડલની મુશ્કેલીઓ પણ વધી શકે છે.