અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ બનાસકાંઠાના લાખાણીમાં 11 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મન મૂકીને વરસ્યા બાદ હવે મેઘરાજા મંગળવારે (02 જૂલાઈ) ઉત્તર ગુજરાતમાં ઓળઘોળ થયા હતા. મંગળવારે 199 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠાના લાખણીમાં બે કલાકમાં સાડા 6 ઈંચ સહિત કુલ સૌથી વધુ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી સહિતના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે. તેમજ રાજયના 5 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદાનો સમાવેશ કરવામાં આવે છે. તેમજ રાજયના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.