ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને આજે એટલે કે 4 જુલાઈએ બાર્બાડોસથી દિલ્હી પહોંચી છે. સવારે 6.10 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યા બાદ ટીમ ઈન્ડિયા હોટલ આઈટીસી મૌર્યમાં રોકાઈ રહી છે. ભારતીય ખેલાડીઓ ત્યાં થોડો સમય આરામ કરશે અને ત્યારબાદ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સવારે 11 વાગ્યે વડાપ્રધાન પીએમ મોદીને મળશે.
ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસમાં ચક્રવાતને કારણે ટીમ ત્યાં જ અટકી ગઈ હતી અને ત્યારબાદ BCCI સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયાને સ્પેશિયલ ચાર્ટર ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલી હતી. ચેમ્પિયન બન્યા બાદ દિલ્હી પહોંચેલી ભારતીય ટીમનું આજે સવારે એરપોર્ટ પર ભારે ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને ટ્રોફીની એક ઝલક મેળવવા ચાહકો ઉત્સુક હતા.
ભારતીય ટીમ આજે એટલે કે 4 જુલાઈના રોજ સવારે 6.10 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી, જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ભારતીય ટીમ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી, જ્યાં ખેલાડીઓ થોડો સમય આરામ કરી રહ્યા છે.