આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 14 તાલુકામાં વરસાદ પડ્યો હતો. 14 તાલુકાઓમાં અડધો ઈંચ જ વરસાદ વરસ્યો હતો. માલપુર, કામરેજ, જસદણ, ખેરગામ, ધરમપુરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પાટણ, ઊંઝા, પલસાણા, બારડોલી વાંસદા તથા કપરાડા, પારડી, વાપી અને ધનસુરામાં પણ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે જાહેર યલો એલર્ટ જાહેર કર્યું છે. તો સુરત, નવસારીઅને વલસાડમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે,સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.