અમદાવાદ: ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસતા જગતના તાત પણ ખુશ થઇ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 25.30 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5.2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પાટણ વેરાવળમાં 5 ઇંચ, વંથલીમાં 5 ઇંચ, માણાવદર, કેશોદ, માળિયા હાટીનામાં 4 ઇંચ. સાબરકાંઠાના ભાભરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આજે આજે 13 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ચાર , મધ્ય ગુજરાતના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે આ સાથે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા છે.