અમદાવાદમાં કોંગ્રેસ(Congress) કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસ(Congress) કાર્યકર્તાનું દર્દ છલકાયું છે. કોંગ્રેસના એક કાર્યકરે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સામે રોષ ઠાલવ્યો છે. મેહુલ રાજપૂત નામના કાર્યકર્તાએ વીડિયો બનાવી પ્રહાર કર્યો કે પ્રદેશના નેતાઓ ભાજપમાં જનારા નેતાઓને ફોન કરે પણ કાર્યકર્તાને પૂછતાં પણ નથી.
કોંગ્રેસ કાર્યકર મેહુલ રાજપૂતે (Mehul Rajput) ગઈ કાલે એક વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો જેમાં તેને પોતાનો બળાપો કાઢ્યો હતો. જેમાં તેણે કહ્યુ હતુ કે, પથ્થરમારાની ઘટનાને સાત દિવસ વીતી ગયા છે. આજે કોંગ્રેસના 5 કાર્યકરો જેલમાં છે, જ્યારે બાકીના 21 છુપાતા ફરી રહ્યા છે. એક અઠવાડિયું થયું ત્યારે મારી કાર્યકર્તા તરીકે મારી ઉપર શહેર સમિતિ કે પ્રદેશ કાર્યાલયથી એક પણ ફોન નેતા કે પ્રમુખનો નથી આવ્યો. કોઈ અમારી નોંધ નથી લીધી કે ખબર અંતર નથી લીધી. વધુમાં તેમણે કહ્યુ કે, મારી પર હમણાં પહેલો ફોન અગાઉ કોંગ્રેસમાં હતા, તેવા ધર્મેન્દ્ર પટેલ, ઇન્દ્રપુરી વોર્ડના પ્રમુખ અને જયેશ મુધવાનો ફોન આવ્યો હતો. આ લોકોએ મારી અને મારા પરિવારની કેર લીધી છે. અમદાવાદ શહેર કોંગ્રેસમાંથી એક પણ ફોન આવ્યો નથી. કોંગ્રેસના નેતાઓના એક ફોનથી અમારે વિરોધ કરવા, ધરણાં કરવા આવતા હોય તો તમારી પણ ફરજ આવે છે કે, અમારા હાલ ચાલ પૂછવાની ફરજ છે.
મેહુલ રાજપૂતે (Mehul Rajput)કહ્યુ કે, નાનામાં નાના કાર્યકરોની અવગણના ના કરવામાં આવે. આજે મને ખોટું લાગ્યુ ત્યારે મેં વીડિયો બનાવ્યો છે. અમે અમારા દમ પર લડી રહ્યા છીએ. અમે ડરતા નથી, અમે ભાગતા ફરીએ છીએ. આ વાત સમજવાની છે કે કોણ અમારી સાથે છે. અમારી સાથે કોણ છે. શહેર સમિતિના એક મેસેજનો પ્રોગ્રામમાં પહોંચી છીએ, તો અમારી જવાબદારી કોણ લેશે. શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ તથા અમરાઈવાડી વિધાનસભામાં નેતાઓ બની બેઠા છે, તેમને મારે પ્રશ્ન છે કે અમારી કોની પર વિશ્વાસ કરવો. તેમણે મોટા નેતાઓ પ્રહાર કરતા કહ્યુ કે, મોટા નેતાઓ જે રાજનીતિ કરે છે, તે બંધ કરી દો. અમે ગાંડા નથી. અમને બધી ખબર પડે છે. અમે દલાલ નથી, કોઈની દલાલી નથી કરતા, કોંગ્રેસ અમારી મા છે. મા માટે અમે પથ્થરમારો કર્યો હતો.તમે કાર્યકરોને ના સાચવી શકો તો હોદ્દેદારી મૂકી દો.તમારા બીજા કામ હોય તો કેવી રીતે સેટિંગ પાડી લે છે. બધા બીવડવાની વાતો કરી છે.
શું છે મામલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ સંસદ ભવનમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સત્તાપક્ષ હિંદુ નથી, કારણ કે હિંદુ ક્યારેય હિંસા કરે નહીં. આ નિવેદનનો સમગ્ર રાજ્યમાં વિરોધ થયો હતો અને અમદાવાદમાં કોંગ્રેસના કાર્યલય નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ સાથે જ બંને પક્ષ વચ્ચે સામસામે પથ્થરમારો પણ થયો હતો.