ભારતીય અરબપતિ ગૌતમ અદાણીએ છેલ્લાં થોડા દિવસોથી બિઝનેસ રેસમાં વાપસી કરી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં થોડા દિવસોથી તેમની કંપનીનાં શેરો રોકેટ માફક ઊંચે જતાં દેખાઈ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે રોકાણકારોનાં સેંટિમેંટ પર પોઝિટિવ અસર પડી છે. છેલ્લાં 24થી 48 કલાકમાં ગૌતમ અદાણીને 4 મોટી ગૂડ ન્યૂઝ મળી છે
જાન્યુઆરી 2023માં અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગની રિપોર્ટ પબ્લિશ થઈ હતી જેમાં અદાણી ગ્રુપ પર લોન અને પૈસાની હેરાફેરી જેવા અનેક ગંભીર આરોપો લગાડવામાં આવ્યાં હતાં. આ રિપોર્ટની સીધી અસર અદાણી કંપનીઓ પર પડી હતી. અદાણી સ્ટોક્સ 85% તૂટી ગયાં હતાં. જો કે હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે હિંડનબર્ગની રિપોર્ટને સંપૂર્ણપણે સાચી માની શકાય નહી. આ સિવાય અમેરિકાએ પણ માન્યું છે કે આ રિપોર્ટ પ્રાસંગિક નથી. US Govએ કહ્યું કે હિંડનબર્ગનાં ગૌતમ અદાણી પર લગાડવામાં આવેલ કોર્પોરેટ છેતરપીંડીનાં આરોપો પ્રાસંગિક નથી અને શ્રીલંકાના ટર્મિનલ 553 મિલિયન ડોલર સુધીની અનુદાન પ્રદાન કરવાના USનાં નિર્ણય પર તેની કોઈ અસર થઈ નથી.
હાલમાં જ દેશનાં પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ઘોષિત થયાં છે. જેમાં ભાજપે 3 રાજ્યોમાં જીત મેળવી લીધી છે. ભાજપની આ જીતની સીધી અસર સ્ટોક માર્કેટ પર જોવા મળી છે. ચૂંટણીમાં ભાજપની જીત બાદથી જ અદાણી ગ્રુપની શેરબજારની લિસ્ટેડ કંપનીઓનાં શેરોમાં તૂફાની તેજી જોવા મળી રહી છે.