અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય ને સિંહોના સામ્રાજ્યમાં એક એવી સિંહણ જેણે પોતાની અલગ ઓળખ ઊભી કરીને રાજમાતા તરીકે સ્થાપિત થઈને નવું બૃહદ ગીરનું જંગલ સ્થાપિત કર્યું જે લીલીયા વિસ્તારના ક્રાંકચમાં સાવજોનું અલગ સામ્રાજ્ય ઉભું કરનાર મોતને ભેટ્યા બાદ સિંહણની પ્રતિમા સિંહ પ્રેમીઓએ સ્વ.ખર્ચે સ્થાપિત કરી છે ત્યારે શું છે આ વિશ્વ રેકોર્ડ ધરાવતી રાજમાતા સિંહણના વર્લ્ડ રેકોર્ડ જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં……
આ છે અમરેલી જિલ્લાના લીલીયા પંથકનું ક્રાંકચ ગામ…..ક્રાંકચ ગામની શેત્રુજી નદી કાંઠે 1999 માં પ્રથમવાર એક સિંહણ જોવા મળી અને આ સિંહણે એક અલગ સામ્રાજ્ય સ્થાપ્યું ને આખું લીલીયા પંથકને બૃહદ ગીર સ્થપાયું……રાજમાતા… રાજમાતા ના નામથી પ્રચલિત બનેલી આ સિંહણ એ સમગ્ર વિશ્વમાં મુકત વિહરતી સિંહણોમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય આ સિંહણે ભોગવ્યું હતુ….
ગીર જંગલ બહાર નીકળી શેત્રુજી નદીના કાંઠે અઢી દાયકા પહેલા પોતાનુ સામ્રાજય બનાવનાર રાજમાતા સિંહણે ક્રાંકચ પંથકને વિશ્વભરના નકશામા ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હોય ગામ લોકોએ આ રાજમાતાની સ્મૃતિમા ગામની સીમમા તેની પ્રતિમાનુ સ્થાપન કર્યુ છે અને રાજમાતા સિંહણની કાયમી સ્મૃતિ સિંહ પ્રેમીઓમાં અકબંધ જળવાઈ રહે તેવા હેતુને સાર્થક કરવા સ્વ.ખર્ચે ક્રાંકચ ના બવાડી નજીક ઊંચા ટેકરા પર રાજમાતા નું સ્ટેચ્યુ સ્થાપિત કર્યું છે
લીલીયાના ક્રાંકચ વિસ્તારમાં રાજમાતા સિંહણે સાવજ કુળને વિસ્તારીને અન્ય વિસ્તારોમા પણ સ્થાયી થયુ છે અને રાજમાતાએ સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યું હતુ અને ક્રાંકચને દુનિયાભરના નકશામા સ્થાન અપાવ્યું હોય ગામના લોકોએ ભેગા મળી તેની સ્મૃતિમા આ પ્રતિમા સ્થાપિત કરી છે. રાજમાતા અને તેના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ મોટો ભોગ પણ આપ્યો હતો અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાઇ રહે તેવુ કામ ગામ લોકોએ કર્યુ છે જ્યારે રાજમાતાના નામે 3 વિશ્વ વિક્રમ સ્થાપ્યા છે તેમાં સૌથી વધુ 19 વર્ષનુ આયુષ્ય ભોગવવાના વિશ્વ વિક્રમ ઉપરાંત મુકત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ રાજમાતા સિંહણના નામે છે. તેણે જીવનકાળમા 7 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે 18 વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ મનાવ્યો હતો. ને આજે લીલીયા વિસ્તારમાં 53 સાવજો વસ્યા તે રાજમાતાની દેન હોવાનું સિંહપ્રેમીઓ જણાવી રહ્યા છે ત્યારે રાજમાતા સિંહણ નું સ્મારક બનાવવાનો વિચાર વર્ષ 2020 મા રાજમાતા સિંહણ નું બેસણું રાખવામાં આવેલ ત્યારે કરવામાં આવ્યો હતો. આ સ્મારક બનાવવામાં સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ, મનોજભાઈ જોશી, ડો. જલપાન રૂપાપરા,ડો. પૂર્વેશ કાચા,ભરતભાઈ ખાચર સહિતના સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ તથા ક્રાંકચ લોકોએ અગત્યની ભૂમિકા ભજવી હતી
સિંહોના સામ્રાજ્યમાં સિંહોની આગવી ઓળખ ઉભી કરવામાં ને ત્રણ ત્રણ વિશ્વવિક્રમ સ્થાપિત કરનાર રાજમાતા સિંહણ નું કાયમી સ્મૃતિ ચિન્હ બવાડી ડુંગર એ વિસ્તારની સૌથી ઊંચી ટેકરીઓમાં કરવામાં આવ્યું છે ને જે ડુંગર રાજમાતાના મનપસંદ વિશ્રામ સ્થાનોમાંનું એક હતું ત્યાં કાયમી સ્મૃતિ ઊભી સિંહ પ્રેમીએ કરી છે ને સ્મારક બે કિમી દૂરથી દેખાય છે