અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મોટા ભાઈનો આપઘાત નો મામલો ગરમાયો છે. માર્કેટયાર્ડમાં આવેલી દુકાનમાં આપઘાત કર્યો હતો. પોતાની જ લાયસન્સ ધરાવતી બંદૂકથી ખુદને ગોળી મારી આપઘાત કર્યા હતો. રિવોલ્વરથી ફાયરીંગ કરી મોતની ઘટનામાં સપ્તાહ બાદ ગૂનો નોધાયો છે. આપધાત કેસમાં બે ભાગીદાર સામે ફરિયાદ નોધાઈ છે. ભાગીદારોએ તમામ મિલકતો પચાવી પાડી આપધાત કરવા સુધી મજબુર કર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ભિલોડા પોલીસે ગુન્હો નોંધી તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે.