પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીને લુટિયન્સ દિલ્હીમાં 28 તુગલક ક્રેસન્ટ બંગલો મળ્યો હતો. લોકસભા ચૂંટણી 2024માં સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ હાર આપી હતી.
સ્મૃતિ ઈરાનીએ સરકારી બંગલો ખાલી કરવા પર સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને સ્મૃતિ ઈરાની વિરુદ્ધ કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવાની કડક સૂચના આપી છે.
સ્મૃતિ ઈરાની પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરશો નહીંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ તેમના x પર લખ્યું જીવનમાં હાર જીત થયા કરે છે હું દરેકને વિનંતી કરું છું કે સ્મૃતિ ઈરાની અથવા અન્ય કોઈ નેતા પ્રત્યે અપમાનજનક ભાષા અને ખરાબ વર્તન ન કરો કે પછી તેમનું અપમાન ન કરવું અને તેમજ તેમનું અપમાન કરવું એ શક્તિની નહીં પણ નબળાઈની નિશાની છે.