અમદાવાદ: રાજ્યમાં મેધરાજાની મહેર યથાવત છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને ક્યાં-ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે, તે અંગે માહિતી આપવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના લીધે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ પ્રમાણે , રાજ્યમાં આવનારા સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ઓરેન્જ એલર્ટ છે. ઉપરાંત, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, કચ્છમાં યલો એલર્ટ છે.
કાલે આ જિલ્લામાં મેધરાજા કરશે ધમાકેદાર બેટિંગ
આવતીકાલે રવિવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, તાપીમાં યલો એલર્ટ છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સોમવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે. નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેનદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.