કોરોનાના ન્યૂ વેરિયન્ટ JN.1એ ફરી એકવાર સંક્રમિતોની સંખ્યામાં વધારો કર્યો છે. આ વરિયન્ટની અસર માઇલ્ડ હોવાનું નિષ્ણાતનું તારણ છે પરંતુ વધુ સ્પ્રેડ થતો હોવાથી સંક્રમિત વધુ લોકોને કરે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 66 પર પહોંચી. જ્યારે 13 દર્દીઓ એવા છે જેમણે કોરોનાને મ્હાત આપી રિકવર થયા છે.
દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 7 મહિના પછી, ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800 ની નજીક પહોંચી ગઈ છે. નવા પ્રકાર JN.1 ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 5 લોકોના મોત થયા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. જો કે હવે દિલ્હીમાં પણ નવા વેરિઅન્ટ JN.1 નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિષ્ણાતો લોકોને સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ ખૂબ જ હળવું છે. મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. પરંતુ બદલાતા હવામાન વચ્ચે કોવિડના વધતા જતા કેસોને કારણે લોકોની ચિંતા ચોક્કસપણે વધી છે.
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સાત મહિના બાદ શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 797 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 7 મહિનામાં સૌથી વધુ છે. આ સમયગાળા દરમિયાન પાંચ દર્દીઓના મોત થયા હતા, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કેરળમાં બે અને મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા. નોંધનિય છે કે, વી દઈએ કે 18 મેના રોજ દેશમાં કોવિડના સૌથી વધુ કેસ નોંધાયા હતા, જે 865 હતા.