Kutch Jail Visit: ગુજરાત હોય કે બહારની જેલ, દરેક જગ્યાએ કોઈને કોઈ ગેરકાયદેસર કામો ચાલતા જ રહે છે. તેમાં પણ હવે ગુજરાત ની જેલમાં તો કેદીઓને ઘણી મદદ કરવામાં આવતી હોય છે. તેવું ઘણી વખત સામે પણ આવ્યું છે. ગુજરાતની જેલમાંથી મોબાઈલ હોય કે ડ્રગ્સ મળવું હવે સામાન્ય બની ગયું છે.
તમને જણાવી દઇએ કે આવું જ કંઇક બન્યું છે કચ્છની ગળપાદર જેલમાં. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છ(Kutch)ની ગળપાદર જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં 6 કેદીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે સ્થળ ઉપરથી દારૂની બોટલ, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ મળી આવી હતી. આ પોલીસ રેડના LIVE દ્રશ્યો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં લેડી કેન્સ્ટેબલ (nita chaudhary)સાથે ઝડપાયેલો બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પણ આ જ જેલમાં હતો, જે પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમજ હાલ પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે..