Gujarat Rain: હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. જેને લઈને આજે ગુજરાતનાં અમુક જીલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત રેડ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં જૂનાગઢ રાજકોટ બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નવસારી ડાંગ તાપીમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગરમાં છુટોછવાયો ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.
આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ અને દિવમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.