Gujarat Weather Update: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ વરસાદની બે સિસ્ટમ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે અનેક જિલ્લાએમાં ભારે વરસાદની આગાહી કરી છે
હવામાન વિભાગની(gujarat weather forecast) આગાહી પ્રમાણે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંગર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રેડ એલર્ટમાં જે જિલ્લાઓનો સમાવેશ નથી થયો તે તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે.આ સાથે આજે પાટણ,બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદ સાથે ગાજવીજ પણ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે બુધવારે સુરત(Surat), નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંગર, જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે આજે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવી છે.
આ સાથે ગુજરાતમાં ગુરૂવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તો આ ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં શુક્રવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ખેડા અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સાથે હવામાન વિભાગે પાંચ દિવસ માટે ગાજવીજની ચેતવણી પણ આપી છે. ગુજરાતમાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. અમદાવાદ(Ahmedabad)માં આજે ગાજવીજની સાથે ભારે વરસાદની આગાહી છે. 1 જૂનથી અત્યાર સુધી અમદાવાદમાં વરસાદની ઘટ પડી છે.