CM IN DWARKA: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ વરસાદની બે સિસ્ટમ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ગયા હતા
દ્વારકા, જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈને CM ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીયું હતું . મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે 3.45 કલાકે વિમાન દ્વારા જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીયું હતું. ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક યોજીને સ્થિતિ વિશે જાતે માહિતી મેળવી હતી.. છેલ્લા કેટલાક દિવસથી ખાબકેલા વરસાદના કારણે દ્વારકા અત્યારે પાણી પાણી થઇ ગયુ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ હાથ ધર્યું હતું.