જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકબાજુ અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ દરમિયાન ખંભાળિયા ખાતે મકાન ધરાશાયી થવાની ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં કુલ 8 લોકો કાટમાળમાં દટાયા હોવાની વિગતો છે. ઘટનાની જાણ થયા બાદ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત પણ થયા છે
મળતી માહિતી પ્રમાણે, ખંભાળિયાના મેઈન બજાર નજીક રાજડા રોડ વિસ્તારમાં આવેલા આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. આજરોજ સાંજે આશરે પોણા છ વાગ્યાના સમયગાળા દરમિયાન હાલ અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર ધરાશાયી થયું હતુ. ખંભાળિયાના મેઈન બજાર નજીક રાજડા રોડ (ગગવાણી ફળી) વિસ્તારમાં આવેલા આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. આજરોજ સાંજે આશરે પોણા છ વાગ્યાના સમયગાળા દરમિયાન હાલ અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર ધરાશાયી થયું હતુ.