Gujarat Weather Update: હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ સટાસટી બોલાવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આગામી 3 કલાક ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
આજે હવામાન વિભાગ દ્વારા આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ, તો કચ્છ, જામનગર, રાજકોટ, ગીર-સોમનાથ, ભરુચ, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.
આગામી ત્રણ દિવસની આગાહી
આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે..વરસાદની પરિસ્થિતિ જોતા માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે.
24 જુલાઈનાં રોજ ક્યાં વરસાદની આગાહી
રાજયના અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
25 જુલાઇનાં રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
રાજયના ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે તેમજ ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે
26 જુલાઈનાં રોજ ક્યાં ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
રાજયના અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તેમજ ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ આગાહી નહીં