Nepal Plane Crash: નેપાળની રાજધાની કાઠમંડુમાં બુધવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન સૌરી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, TIAના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે પોખરા જતી ફ્લાઈટમાં એરક્રુ સહિત 19 લોકો સવાર હતા. આ પ્લેન સવારે લગભગ 11 વાગ્યે ક્રેશ થયું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો અકસ્માત સ્થળે હાજર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.ઘટનામાં હાલ 5 લોકોનાં મોતની જાણકારી સામે આવી છે. ત્યાં જ, ઘાયલ પાયલટ કેપ્ટન એમ આર શાક્યને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા. આ ફ્લાઇટ કાઠમાંડૂથી પોખરા જઈ રહી હતી.
એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિમાનમાં લાગેલી આગને ઓલવી લેવામાં આવી છે. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. હાલમાં મુસાફરોની સ્થિતિ વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.