Nepal Plane Crash: કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર બુધવારે ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 18 લોકોના મોત થયા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે વિમાનમાં સવાર 19 લોકોમાંથી 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્લેનના કેપ્ટન મનીષ શાક્યને બચાવી લેવામાં આવ્યા છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન ટેક ઓફ દરમિયાન ક્રેશ થયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેન એક તરફ નમ્યું હતું, પ્લેન જમણી તરફ નમતું હતું તેની થોડી જ ક્ષણોમાં તે રનવેથી થોડા અંતરે પડી ગયું હતું. પ્લેન જમીન પર પટકાતાની સાથે જ તેમાં આગ લાગી અને એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા. આગ એટલી ભયાનક હતી કે વિમાનમાં સવાર તમામ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
ફ્લાઇટ રડાર 24 મુજબ, સૌર્યા નેપાળમાં બે બોમ્બાર્ડિયર CRJ-200 પ્રાદેશિક જેટ સાથે સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, બંને લગભગ 20 વર્ષ જૂના છે. જાન્યુઆરી 2023માં યેતી એરલાઇન્સની દુર્ઘટનામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા, જે પાછળથી પાઇલોટ્સ દ્વારા આકસ્મિક રીતે પાવર ડિસ્કનેક્ટ થવાને આભારી હતો.