Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે રાજયમાં બુધવારે 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે મળતી માહિતી પ્રમાણે રાજયમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં આણંદના બોરસદમાં સૌથી વધુ 14 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેમાં 28 તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 121 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
મળતી માહિતી પ્રમાણે રાજયમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ બોરસદમાં 14.2 ઇંચ નોંધાયો છે. આ સાથે વડોદરામાં 8.7 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 8.5 ઇંચ, વડોદરાના પાદરામાં 8.2 ઇંચ, ભરૂચમાં 7.4 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.5 ઇંચ, નસવાડીમાં 6.2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ત્યારે આજે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ તો વડોદરા, આણંદ, ડાંગ, તાપી, નર્મદા, ભરુચ, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.